સૂચના – 05/05/2023

શ્રી દશા શ્રીમાળી સમાજ શ્રી યુ. એન. મહેતા વિકાસ ટ્રસ્ટ

સુજ્ઞ જ્ઞાતિજનો શ્રી,
જય જિનેન્દ્ર……
આ સાથે જણાવાનું કે આપણા ટ્રસ્ટ દ્વારા સમાજના જરૂરિયાતમંદોને શૈક્ષણિક સહાય, મેડિકલ (તબીબી) સહાય અને સાધર્મિક સહાય તેઓની માંગણી થતાં જરૂરિયાત અને સંજોગોને આધીન રહીને મંજૂર કરવામાં આવે છે.

ખાસ નોંધ:- સમાજ ની કોઈ પણ વ્યક્તિને પોતાની માલિકીનું ઘર વસાવવા માટે હોમલોન આપવામાં આવશે નહીં.તેમ છતાં કોઈપણ વ્યક્તિ હોમલોન બાબતે ટ્રસ્ટ ને અરજી કરશે તો તેમની અરજી અસ્વીકાર્ય અને અમાન્ય ઠરશે. તેની નોંધ લેવા વિનંતી.

સહકારની અપેક્ષા સહ
લી.
ટ્રસ્ટીગણ