શ્રી દશા શ્રીમાળી સમાજ શ્રી યુ. એન. મહેતા વિકાસ ટ્રસ્ટ

શ્રી દશા શ્રીમાળી સમાજ શ્રી યુ. એન. મહેતા વિકાસ ટ્રસ્ટ

 

સુજ્ઞ જ્ઞાતિજનો શ્રી,

                             જય જિનેન્દ્ર……

                 આ સાથે જણાવવાનું કે આપણા સમાજના જે વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓએ ભૂતકાળમાં ટ્રસ્ટ માંથી ઉચ્ચ શૈક્ષણિક અભ્યાસ અર્થે લોન લીધી છે તેઓ માટે

                 ખાસ સુચના:

લોન ધારક વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ માંથી જેઓએ પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને ધંધો વ્યવસાય કે નોકરીમાં જોડાયા હોય અને પહેલા કરતાં આજે આર્થિક સ્થિતિમાં સુધારો થયો હોય તથા નોંધપાત્ર કમાણી કરી રહ્યા હોય તેઓને ખાસ જણાવવાનું કે ટ્રસ્ટે વગર વ્યાજની લોન તમને અભ્યાસ અર્થે આપી હતી. હવે તમારી ફરજ થાય છે કે તે લોન વહેલી તકે તમારે ટ્રસ્ટને પરત કરવી જોઈએ. જેથી કરીને તે લોનના નાણાં સમાજના જરૂરિયાતમંદ અન્ય વિદ્યાર્થી/વિદ્યાર્થીની ઓને ઉપયોગમાં આવી શકે.

              જો તમે એક સાથે લોનના નાણાં ભરપાઈ ના કરી શકો તો હપ્તે હપ્તે લોનના નાણાં ભરપાઈ કરીને ઋણમુક્ત બનો.

                      અમારા ધ્યાનમાં આવ્યું છે કે લોન લેનારમાંથી અમુક વ્યક્તિઓ આર્થિક દ્રષ્ટિએ સધ્ધર બન્યા છે તેઓને વહેલી તકે લોન ના નાણા ટ્રસ્ટને ભરપાઈ કરવા ટ્રસ્ટ અનુરોધ કરે છે.

             ટ્રસ્ટે વ્યક્તિગત પત્રો લખીને લોનની ઉઘરાણી કરવી પડે તે પહેલા લોનધારકે સમજીને તાત્કાલિક નાણાં ટ્રસ્ટને પરત કરવાની જવાબદારી અદા કરવી જોઈએ.

              લોનના નાણાં ભરપાઈ કરવા માટે નીચે જણાવેલ ટ્રસ્ટીઓમાંથી કોઈનો પણ સંપર્ક સાધવા વિનંતી છે.

 (૧) રાજેશકુમાર જયંતિલાલ મહેતા (મુંબઇ)

મો. નંબર – ૯૮૨૦૨૩૫૩૭૭

(૨) રાજેશકુમાર બાબુલાલ શાહ (મુંબઇ)

મો નંબર – ૯૮૧૯૦૨૮૮૪૪

(૩) કુંદનભાઈ સુરજમલભાઈ ગાંધી (મુંબઇ)

મો નંબર – ૯૮૨૦૦૭૦૧૩૪

(૪) કુમારભાઈ રમેશભાઇ શાહ ( મુંબઇ)

મો નંબર – ૯૮૨૦૧૫૭૩૨૪

                સહકારની અપેક્ષા સહ

                          લી.

                પ્રમુખશ્રી – મીના મોદી