શ્રી દશા શ્રીમાળી શ્રી યુ એન મહેતા વિકાસ ટ્રસ્ટ

સુજ્ઞ જ્ઞાતિજનો,

આથી સમાજ ના દરેક ભાઈ બેહનો ને જણાવવાનું કે ૨૨વર્ષ પેહલા આપણા સમાજ ના આ ટ્રસ્ટ ની સ્થાપના કરવામાં આવી.તમારા બધાના પ્રેમ અને સહકાર થી આપણૅ સરસ રીતે ટ્રસ્ટ ચલાવ્યું પણ છે. જે હેતુ થી ટ્રસ્ટ ની રચના થાય તેવાજ હેતુ થી ઍક નવા ટ્રસ્ટ ની રચના સમાજ મા થય રહી છે.
એક સમાન હેતુ અને એક સમાન લક્ષ્ય ધરાવતા બે ટ્રસ્ટ એકજ સમાજ મા હોય તે યોગ્ય નથી. આ રીતે ટ્રસ્ટ ને ચાલુ રાખવું શક્ય નથી.
આજ કારણથી લાંબી વિચારણા બાદ સમય વિચારીને આ ટ્રસ્ટ નિષ્ક્રિય કરવાનો નિર્ણય અમોએ લીધેલ છે.
સમાજના જે કોઈ ભાઈ બેહનો એ ટ્રસ્ટ માં થી લોન લીધેલ છે , તેમાં તાજેતર માં લોન લીધી હોય તેઓ પોતાની સમય માર્યદા મુજબ ભરપાઈ કરવાની વિનંતિ. ઉતાવળ કરવાની જરૂર નથી જેમની લોન બહુ જૂની છે અને જેમની પોઝિશન સારી છે તેઓએ લોન ટુંક સમયમાં પરત કરવી. જેઓની સ્થિતી અત્યારે પણ બહુ સારી નથી તેઓએ લોન પરત કરવામાં કોઈ જલ્દી કરવાની જરૂર નથી.
”પરસ્પર સહકાર યોજના” હવે આજ થી બંધ કરવામાં આવે છે.હવે પછી કોઈને પણ આ યોજના નો લાભ અપાશે નહી. જેમણે પણ આ યોજના માં પ્રીમિયમ ભરેલ છે તેમને મોડમાં મોડું તા. ૧૫/૦૩/૨૦૨૩ સુધી માં પોતાની રસીદની ઝેરોક્ષ નીચે જણાવેલ વ્યકતી ઓમાંથી કોઈને પણ પોહચડવા વિનંતિ છે. તેઓએ ને રકમ પરત થશે.તમારા પ્રેમ અને સહકાર ની અનુમોદના કરીએ છીએ.

મુંબઈ – અરવિંદભાઈ કે શાહ, અશ્વિનભાઈ ચંદુલાલ, પ્રકાશભાઈ કે શાહ

સૂરત – મયુરભાઈ કે શાહ

નવસારી – નલીનભાઇ કે કોઠારી

પાલનપુર પ્રદેશ – નિલેષભાઈ આર મહેતા

બાકી લોકો એ ટ્રસ્ટ ના સરનામે મોકલી આપવી.

સર્વ જ્ઞાતિજનો ને તથા સમાજ ના જે પણ સારા ઉમદા કાર્યો કરે તે સર્વે ને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છા.

પ્રમુખ
શ્રી મીનાબેન મોદી.