અગત્યની જાહેરાત.

શ્રી દશા શ્રીમાળી સમાજ શ્રી યુ.એન.મહેતા વિકાસ ટ્રસ્ટ

     ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~                                                                                                     Dt. 4/2/21

સુજ્ઞ જ્ઞાતિજનો શ્રી,

જય જિનેન્દ્ર ………

                              આપ સૌને જણાવવાનું કે આપણા સમાજ ના ટ્રસ્ટની 1998 ના વર્ષથી સ્થાપના થયેલ છે. ત્યારથી માંડીને આજ સુધી આપણા સમાજની જે વ્યક્તિઓએ શૈક્ષણિક , મેડીકલ કે આર્થિક સહાય માટે ટ્રસ્ટમાંથી લોન મેળવેલી છે. તેમાંથી જે લોન ધારકો આર્થિક દ્રષ્ટિએ સક્ષમ થયા હોય તો તેમણે ટ્રસ્ટ ને વહેલી તકે લોન પરત કરવી જોઈએ. જેથી કરીને અન્ય જરૂરિયાત મંદોને નાણાં ઉપયોગમાં આવી શકે.

                       જે વિદ્યાર્થીઓએ શિક્ષણ માટે લોન લીધેલી છે. તેઓએ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હોય અને ધંધા,વ્યવસાય,નોકરીમાં જોડાયા હોય તો સૌ પ્રથમ તેમને ટ્રસ્ટને લોન પરત કરવા માટે તાકીદ કરવામાં આવે છે.

              જેઓ એ મેડીકલ સહાય કે આર્થિક સહાય અર્થે લોન લીધી છે. તેઓ જો આર્થિક દ્રષ્ટિએ સક્ષમ થયા હોય તો તેમની ફરજ થાય છે કે વહેલી તકે લોન પરત કરવી જોઈએ.

                          ટ્રસ્ટને જાણવા મળ્યું છે કે , લોન લેનાર અમુક વ્યક્તિઓ , પરિવારો આર્થિક દ્રષ્ટિએ સક્ષમ થયેલા છે. તેમની નાણાકીય પરિસ્થિતિમાં સારો એવો સુધારો થયો છે. અને તેઓ ધારેતો લોન પરત કરી શકે તેમ છે. તો તેઓને તાત્કાલિક ધોરણે લોન પરત કરવા અનુરોધ કરવામાં આવે છે.

            જો એક સાથે લોન પરત ના કરી શકાય તો હપ્તે હપ્તે ટ્રસ્ટ લોનની રકમ સ્વીકારશે.

                   જે પરિવારોની સ્થિતિ બિલકુલ સામાન્ય છે. અને આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ નબળા છે. તે માટે ટ્રસ્ટ લાંબો સમય ગાળો આપશે અને તેમના માટે ટ્રસ્ટ રાહત પૂર્વક ઉદારતા દાખવસે.

                આર્થિક સક્ષમ લોન ધારકોને ટ્રસ્ટ દ્વારા વ્યક્તિગત ઉઘરાણી પત્ર મોકલવાની વિચારણા થઇ રહી છે.

                               -: ખાસ નોંધ:-.                                                         ~~~~~~~~~~~~~~

                    જે લોન ધારકોએ અંશત: અથવા સંપૂર્ણ લોન ભરપાઈ કરી હોય તેઓ ને વિનંતી છે કે કેટલી રકમ કઈ તારીખે , રોકડેથી કે ચેક થી ભરપાઈ કરી હોય તેની વિગત ટ્રસ્ટને મોકલી આપવી. જેથી કરીને હિસાબની ચકાસણી થઈ શકે અને ટ્રસ્ટ દ્વારા ભૂલથી બીજીવાર ઉઘરાણીના થાય. તે બાબતે કાળજી રાખી શકાય.

 ટ્રસ્ટને વિગત મોકલવા માટે                                                દેવલભાઈ (ટોરેન્ટ)                                                               મો. 9898304246

                                                         લી.

                                                  ચેર પર્સન                                                                શ્રીમતિ શારદાબેન યુ. મહેતા

                                                  પ્રમુખશ્રી                                                                             મીના મોદી

                                                  ઉપ પ્રમુખશ્રી                                                              અરવિંદભાઈ કે.શાહ

                          ^^^^^^^^^^^^^^^^^^^^^