बहुजन हिताय बहुजन सुखाय

શ્રી યુ. એન. મહેતા, સંસ્થાપક ૧૯૨૪ – ૧૯૯૮

અમારા સંસ્થાપક અધ્યક્ષ શ્રી યુ. એન. મહેતાના પરોપકારી પ્રયાસોને આગળ વધારતા,ટોરેન્ટ ગ્રુપે યુએનએમ ફાઉન્ડેશન દ્વારા સુરત
નજીક સુજેન ખાતે એક સંકલિત તબીબી સંકુલ,
રંગતરંગ સ્થાપિત કરી અને તેને જરૂરિયાતમંદોમાટે સમર્પિત કર્યું છે
. સંકુલમાં સુમંગલનો સમાવેશ થાય છે, જ્યાં તમામ ઉંમરના દર્દીઓ માટે એક મલ્ટી-ડિસિપ્લિનરી ક્લિનિક છે, જેમાં સપ્ટેમ્બર ૨૦૧૨ થી અત્યાર સુધી ૩,૦૦,૦૦૦ થી વધુ ઓપીડી હાથ ધરવામાં આવી છે.
તેમાં એક ૧૫૦ બેડની અત્યાધુનિક બાળ ચિકિત્સા હોસ્પિટલ, બાલસંગમ પણ છે.

REACH (Reach EAch CHild) કાર્યક્રમ હેઠળ, ટોરેન્ટ ગ્રુપે ૧,૦૦૦ ગામડાઓમાં ૭૮,૦૦૦ થી વધુ બાળકોને કુપોષણ અને એનિમિયામાંથી મુક્ત કરવામાં મદદ કરી છે. તદુપરાંત ગુજરાતમાં સુજેન, પખાજણ, ઇન્દ્રાડ અને બાલાસિનોર ખાતે શરુ કરેલા ચાર બાળ આરોગ્ય કેન્દ્રો પર (૨૦૧૭ માં શરૂઆતથી) ૩,૨૦,૦૦૦ થી વધુ ઓપીડી પણ હાથ ધરી છે. 👍👍